સતત પ્રગતિ અને નૂતન સંશોધન એ xspace નો મુખ્ય મંત્ર છે. ભવિષ્યમાં અમે કૃષિ, ડેરી અને સામાજિક ઉત્થાન માટે કયા પથ પર આગળ વધી રહ્યા છીએ તેની એક ઝાંખી અહીં પ્રસ્તુત છે.
સામાજિક અભિયાન
નવું પશુપાલક જાગૃતિ કેન્દ્ર અને ડિજિટલ પ્લેટફોર્મ
આગામી પ્રોજેક્ટ
પશુપાલકોને ડેરી સેક્ટરના ભ્રષ્ટાચાર, દૂધના સાચા ભાવો અને ગ્રાહકો સાથે સીધા જોડાણ અંગે ડિજિટલ સાક્ષરતા આપવા માટે એક વિશેષ ઓનલાઇન પ્લેટફોર્મ અને ગ્રાઉન્ડ ટ્રેનિંગ સેન્ટરનું આયોજન થઈ રહ્યું છે.
કૃષિ સંશોધન
સ્માર્ટ ફાર્મિંગ અને ઇનોવેટિવ એગ્રી-ટૂલ્સ
આયોજન હેઠળ
નાના ખેડૂતો માટે ઓછા ખર્ચે આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ એગ્રીકલ્ચર પદ્ધતિઓ કેવી રીતે અમલમાં મૂકી શકાય, તે અંગેના નવા લાઈવ મોડલ ફાર્મ્સ અને રિસર્ચ રિપોર્ટ્સ પર કામ શરૂ છે.
નવી પ્રોડક્ટ
પ્રીમિયમ ઓર્ગેનિક મસાલા અને વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સ
ટૂંક સમયમાં લોન્ચ થશે
ડેરી ક્ષેત્રે ફ્લેવર્ડ હેલ્ધી મિલ્ક અને ખેતીવાડીમાં શુદ્ધ ઓર્ગેનિક હળદર, મરચું અને ધાણાજીરું જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સીધા બજારમાં લાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.